Placeholder canvas

વાંકાનેર તાલુકા પંચાયતની પીપળીયારાજ સીટ પર ભાજપના ઉમેદવારને આગેવાનો નો ટેકો…

વાંકાનેર તાલુકા પંચાયતની સીટ ઉપર ભાજપના ઉમેદવાર અમીનાબેન આ વિસ્તારના એટલે કે વાલાસણ અને પીપળીયા રાજ ગામના મોટાભાગના આગેવાનો ટેકો મળ્યો છે.

અમીનાબેન શેરસીયા આ પૂર્વે તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે અને તેઓને કારોબારીમાં પણ લેવામાં આવ્યા હતા. અમીનાબેનના પતિ શેરસીયા હુસેનભાઇ વલીભાઈ પીપળીયારાજ ગામના પૂર્વ સરપંચ છે, તેઓ ખૂબ મળતાવડા અને સરળ સ્વભાવના છે અને હંમેશા લોકોની વચ્ચે રહેવાવાળી વ્યક્તિ છે. જેથી પીપળીયારાજ ગામના દરેક જ્ઞાતિ અને કુટુંબના આગેવાનોનો તેમને ટેકો મળી રહ્યો છે.

આ સીટ પરથી ચૂંટણી લડતા અમીનાબેન શેરસિયાને ક્ષત્રિય સમાજમાંથી ઝાલા રણજીતસિંહ, માલધારી સમાજમાંથી અમરાભાઇ ચોથાભાઈ, મયાભાઈ થોભણભાઇ, કરમશી કુકા અને રસુલભાઈ ભોરણીયા, ફતેભાઈ આહમદભાઇ ભોરણીયા (માજી પ્રમુખ સ.મ.લી.) મજીદભાઈ સરવદી (પૂર્વ સભ્ય ગ્રામ પંચાયત) યાસીનભાઈ માથકિયા (પ્રમુખ દુધ મંડળી (મહિલા) માથકિયા અમીયલ ડાડા (ઉપસરપંચ) બાદી અયુબભાઈ, ચારોલીય વલીભાઈ, કડીવાર ફતેમામદભાઇ (માજી પ્રમુખ સ.મ.લી.) કડીવાર અલીભાઈ આલાવદી, કડીવાર અલીભાઈ અબુજી, કડીવાર મજીદભાઈ, કડીવાર નજરૂદિનભાઈ (માજી સદસ્ય તાલુકા પંચાયત) ગનીભાઇ દેકાવડીયા (ભાજપ અગ્રણી) દેકાવાડીયા અમીનભાઇ કુકડાવાળા, કાદરભાઈ શેરસીયા તેમજ અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો ઉપરાંત યુવા કાર્યકરો ટેકો આપી રહ્યા છે જ્યારે વાલાસણ ગામમાંથી પણ સામાજિક અને રાજકીય આગેવાનો નો એકો મળેલો છે.

વાલાસણ અને પીપળીયા રાજ ગામના સામાજિક તેમજ રાજકીય આગેવાનો માત્ર ટેકો નથી આપી રહ્યા પરંતુ અમીનાબેન શેરસીયાને જીતાડવા માટે પ્રચાર કાર્યમાં પણ તેઓ લાગી ગયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો