Placeholder canvas

“સલામત સવારી,એસટી અમારી”: કોટડા થી વાંકાનેર આવતી એસટી બસનો ટાયરનો જોટો નીકળી ગયો.!!

‘સલામત સવારી એસ.ટી અમારી, બેઠા પછી જવાબદારી તમારી !!’

વાંકાનેર: આજે સવારે વાંકાનેર તાલુકાના કોટડા ગામેંથી પેસેન્જર અને વિદ્યાર્થીઓને લઈને કોટડા થી વાંકાનેર આવતી એસટી બસનો પાછલા ટાયરનો જોટો નીકળી ગયો હતો !!!

મળેલી માહિતી મુજબ આજે સવારે સાત વાગ્યાની આસપાસ કોટડા થી બસ વાંકાનેર આવી રહી હતી ત્યારે વાલાસણના પુલ પાસે ચાલુ બસનો પાછળનો જોટો નીકળી ગયો હતો. આ બસમાં પેસેન્જરો ઉપરાંત 15-20 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા આવી ઘટના બનતા મુસાફરો અને વિદ્યાર્થીઓમાં શોર બકોર થઈ ગયો હતો પરંતુ સદનસીબે કોઈ ઇજા કે જાનહાની થઈ નથી.

ગુજરાત સરકારની એસ.ટી માં લખ્યું હોય છે કે સલામત સવારી એસ.ટી અમારી હવે તેમાં ઉમેરવુ પડશે કે ‘સલામત સવારી એસ.ટી અમારી, બેઠા પછી જવાબદારી તમારી !!’

આ સમાચારને શેર કરો