Placeholder canvas

વાંકાનેર: વરલી મટકાનું નેટવર્ક પકડી પાડતી એલસીબી…

વાંકાનેર : મોરબી એલસીબીએ વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં દરોડો પાડી વરલી મટકાના જુગારનું નેટવર્ક પકડી પાડી એક શખ્સને પકડી લીધો હતો. દરોડા દરમિયાન પોલીસે બે શખ્સના નામ ખોલાવી કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.

મળેલ માહિતી મુજબ મોરબી એલસીબીએ વાંકાનેર વિશિપરા ચોકમા દરોડો પાડી હુસેન યાકુબભાઈ ભટ્ટી ઉ.25 નામના શખ્સને વરલી મટકાના સાહિત્ય સાથે રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 1950 તેમજ 2000ની કિંમતના મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં વરલી મટકાના આ ગોરખધંધામાં આરોપી મોઇન જેડા અને રહીમ રાયધનભાઈ મિયાણાની સંડોવણી હોવાનું ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં એલસીબી ટીમે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://chat.whatsapp.com/DsNfSbxPybc5eqQoB6lb7M
આ સમાચારને શેર કરો