Placeholder canvas

વાંકાનેર: બાઉન્ટ્રી પાસે આઇસરે બાઇકને હડફેટ લેતા 5 વર્ષની બાળકીનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર બાઉન્ટ્રી પાસે ત્રિપલ સવારી બાઇકને આઇસર ટ્રકે હડફેટે લેતા માતાપિતાની નજર સામે જ પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં માતા પિતાને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ આઇસર ચાલક નાસી ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર બાઉન્ટ્રી નજીક આવેલી શાલીમાર હોટલ પાસે આઇસર ટ્રક નંબર જીજે – 03 – બીવી – 5229ના ચાલક ઇરફાનભાઈ ઉસમાનભાઈ બાદીએ (રહે.સમઢીયાળા તા.વાંકાનેર) બાઇકને હડફેટે લેતા બાઇકમાં બેઠેલા ઇરફાનભાઈના પત્ની મેમુનાબેન અને ઇરફાનભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે તેમની પુત્રી મેઅરાજ ઉ.5ને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજ્યુ હતું.

અકસ્માતના આ બનાવમા આઇસર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટતા ઇરફાનભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો