skip to content

વાંકાનેર: પ્રતાપગઢના કોંગી અગ્રણી રસુલભાઈ કડીવારની રાત્રે 10 વાગ્યે દફનવિધી કરાશે.

વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના રહેવાસી કોંગી અગ્રણી અને રાજકોટ ડેરીના ડિરેક્ટર તેમજ તાલુકા સંઘ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ રસુલભાઈ કડીવારનું અવસાન થયેલ છે.

રસુલભાઈ કડીવાર આજે પોતાના ઘરે પગથિયા ઉપર પડી જવાથી તેમને ઇજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક વાંકાનેર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં તેમનું સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું.

રસુભાઈ કડીવારના મૃત્યુની ખબર વાયુ વેગે તાલુકા ભરમા ફેલાઈ ગઈ હતી અને લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ખબર મળતા જ સમાજના આગેવાનો, કોંગ્રેસના અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ અને રસુલભાઈના સબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. રાસુલભાઈનું પીએમ થયા બાદ તેઓના મૃતદેહને તેમના નિવાસ્થાન પ્રતાપગઢ ગામ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

રસુલભાઈના પરિવાર તરફથી મળેલી માહિતી મુજબ રસુલભાઈની દફન વીધી પ્રતાપગઢ ગામના કબ્રસ્તાનમાં રાત્રે 10:00 વાગ્યે કરવામાં આવશે.

કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://chat.whatsapp.com/EZoCrbT5Ig3B83W0FEI5cN

આ સમાચારને શેર કરો