Placeholder canvas

વાંકાનેર: શ્રમિકોની માહિતી નહિ આપનાર બે કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી

વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ સિરામિક ફેકટરીમાં શ્રમિકોને કામે રાખનાર કોન્ટ્રાકટરો દ્વારા શ્રમિકો અંગે માહિતી ના આપી જાહેરનામાં ભંગ કર્યો હોય જેથી પોલીસે બે કોન્ટ્રાકટર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા નજીક આવેલ બોફો સિરામિક ફેકટરીના કોન્ટ્રાકટર સંજયભાઈ મગનલાલ મારવણીયા અને જયસન સિરામિકના કોન્ટ્રાકટર પ્રવીણભાઈ વાઘજીભાઈ સુમસેરા એમ બે કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જેમાં પોલીસ કર્મચારીએ જાતે ફરિયાદી બની જણાવ્યું છે કે MORBI ASSURED એપ્સમાં પરપ્રાંતીય મજુરનું રજીસ્ટ્રેશન કરવા જાહેરનામું અમલી હોય છતાં બંને આરોપીએ પોતાની નીચે કામ કરતા મજુરના આઈડી પ્રૂફ મેળવ્યા ના હતા અને એપમાં રજીસ્ટર નહિ કરાવી જાહેરનામાં ભંગ કર્યો હોય જેથી બંને વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો