Placeholder canvas

વાંકાનેર: માટેલમાં સરકારી ખરાબામાં દબાણ કરનાર છ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

માટેલ ગામના સરપંચની અરજીને અનુસંધાને વાંકાનેર મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવી.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે સરકારી ખરાબામાં દબાણ કરનાર છ ઈસમો સામે પગલાં ભરવા માટેલ સરપંચ દ્વારા લેન્ડગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરાયા બાદ વાંકાનેર મામલતદાર દ્વારા સરકારી જમીન પચાવી પાડનાર છ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામના સર્વે નંબર-279 ની સરકારી ખરાબાની 900 ચો.મી. જમીન આરોપી સવાભાઇ રામભાઇ ચાવડા, ખીમાભાઇ સવાભાઇ ચાવડા, રાજુભાઇ સવાભાઇ ચાવડા, મોહનભાઇ સવાભાઇ ચાવડા, અરવીંદભાઇ સવાભાઇ ચાવડા અને દીનેશભાઇ ખીમાભાઇ ચાવડા રહે.બધા માટેલ વાળાઓએ ખરાબાની જમીન પચાવી પડવાના ઇરાદે કબ્જો કર્યો હોય માટેલ સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ પગલાં ભરવા અરજી કરવામાં આવી હતી.

આ દરમિયાન લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા આ અરજી માન્ય રાખવામાં આવતા વાંકાનેર મામલતદાર ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણીએ આરોપી સવાભાઇ રામભાઇ ચાવડા, ખીમાભાઇ સવાભાઇ ચાવડા, રાજુભાઇ સવાભાઇ ચાવડા, મોહનભાઇ સવાભાઇ ચાવડા, અરવીંદભાઇ સવાભાઇ ચાવડા અને દીનેશભાઇ ખીમાભાઇ ચાવડા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩, ૪(૩) તથા ૫(ગ) તથા આઇ.પી.સી. કલમ-૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો