skip to content

વાંકાનેર: રાજ્યસભા પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતા “સાહેબ”નું અવસાન…

વાંકાનેર: ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ, શિક્ષણ શાસ્ત્રી, દોશી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ લલિતભાઈ અમૃતલાલ મહેતાનું 86 વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ આજરોજ અવસાન થયેલ છે.

સાહેબે દોશી કોલેજમાંથી પ્રિન્સિપાલ તરીકે સેવા નિવૃત થયા બાદ પણ તેઓ વાંકાનેર માટે શૈક્ષણિક કાર્ય અને સેવા અવિરત કરતા રહ્યા છે. તેઓએ વિદ્યા ભરતી, કે.કે.શાહ, એલ કે સંઘવી, વી.એસ. શાહ, સ્કૂલ તેમજ આ વર્ષે મહિલા કોલેજની સ્થાપના કરેલ છે. તેઓએ બંધ થયેલ દોશી આંખની હોસ્પિટલને પુન:હ શરૂ કરાવેલ અને આ આંખની હોસ્પિટલ માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં મોટું નામ ધરાવે છે. તેમ જ બંધુ સમાજમાં પણ ખૂબ સારી આરોગ્ય સેવા થઈ રહી છે. આ ઉપરાંત પાંજરાપોળ પણ ચાલુ છે. આ ઉપરાંત તેઓ રાજકોટ નાગરીક બેંકના પૂર્વ એમ.ડી. તરીકે સેવા આપી ચુકયા છે. વીવીપી એન્જિનીયરીંગ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત હતા.આ તમામ ક્ષેત્રમાં સાહેબનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે. તેઓ સંઘના ચુસ્ત કાર્યકર હતા.

દેશના રાજકારણમાં નોંધપાત્ર યોગદાન આપનાર વાંકાનેરના રાજવી અને પ્રથમ પર્યાવણ મંત્રી સ્વ.દિગ્વિજયસિંહ ઝાલા બાદ આજે રાજ્યસભાના પૂર્વ સાંસદ લલીતભાઈ મહેતાને વાંકાનેરે ગુમાવ્યા છે.

લલીતભાઈ મહેતાનું બે દિવસ પૂર્વે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ તેઓની તબિયત ખૂબ સારી હતી, બધા સાથે વાતચીત પણ કરતા હતા તેવામાં આજે રાત્રે 8:30 વાગ્યે તેઓનું નિધન થયેલ છે. સદગતની અંતિમ યાત્રા રવિવારે સવારે 10:00 કલાકે તેમના નિવાસ્થાનેથી નીકળશે…

લલીતભાઈ મહેતા સામાજીક,શૈક્ષણિક અને,ધાર્મિક સંસ્થાઓનું સરળપણે સંચાલન કરતા હતા, તેઓના નિધનથી વાંકાનેર પંથકના સમગ્ર સમાજને કોઇ રીતે પુરી ન શકાય તેવી ખોટ પડી છે. ઈશ્વર સદ્દગતના આત્માને શાંતિ અપે એ જ પ્રાર્થના…

આ સમાચારને શેર કરો