ટંકારા તાલુકાનું લખધીરગઢ ગામ એટલે કાયમી સમરસ ગામ

By જયેશ ભટાસણા – ટંકારા
મોરબી મહારાજ લખધિરજીએ વસાવેલા ટંકારા તાલુકાના લખપતિ લખધીરગઢમા એક પણ વખત ગામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી આ ટર્મમાં પણ ગામ સમરસ બની પરમપરા જાળવી રાખી

સરપંચ પદે મગનભાઈ નાનજીભાઈ વિઠલાપરા સભ્યો તરીકે ધર્મનિષ્ઠાબેન સુભાષભાઈ ઢેઢી, અમરશીભાઈ રણછોડભાઈ ભાગિયા, નિતીન કુમાર વાલજીભાઈ બોડા, કિશોરભાઈ ઓધવજીભાઈ સવસાણી, શોભનાબેન રજનીકાંતભાઈ પનારા, દક્ષાબેન રમેશભાઈ કંકાસણીયા અને દક્ષાબેન જીતેન્દ્રભાઈ સોલંકી પંચાયતનું સુકાની સંભાળશે

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યનું આધુનિક ગામ લખધીરગઢ છે અને અનેક એવોર્ડ વિજેતા રહી ચુકેલી પંચાયત પ્રજા પશ્રને નિકાલ લાવવા પાચ વર્ષ શાસન કરશે.

આ સમાચારને શેર કરો