ટંકારાની વાછકપર ગ્રામ પંચાયત સમરસ જાહેર
ગામના સરપંચ તરીકે રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલીયા અને સભ્યોની નિયુક્તિ
By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ દરમિયાન વધુ એક ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે. જેમાં ટંકારાની વાછકપર ગ્રામ પંચાયત સમરસ જાહેર કરી ગામના સરપંચ તરીકે રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલીયા અને સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે.
ટંકારા તાલુકાના વાછકપર ગામના આગેવાનો અને ગામલોકોએ ભેગા મળીને હાલ ગ્રામ પંચાયતની ચાલી રહેલી ચૂંટણીમાં વાછકપર ગ્રામ પંચાયત સમરસ જાહેર કરી સરપંચ તરીકે તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિ માટે ભારે લોકચાહના ધરાવતા રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલીયાની વરણી કરી છે. તેમજ સભ્યો તરીકે કંચનબેન વધુકિયા, મંજુબેન વધુકિયા, ઇલાબેન ડોડીયા, રાધાબેન ભરતભાઇ, દિનેશભાઇ દરોદરા, કનકભાઈ ઘનરાજભાઈ, પોપટભાઈ ફાંગલીયાની વરણી કરી છે.