ચોટીલા પાસેથી અપહરણ કરનાર વાંકાનેરના પાંચ શખ્સને પોલીસે પકકડી પાડ્યા

વાંકાનેર : ચોટીલા નેશનલ હાઈવે ઉપર વાંકાનેરના પાંચ શખ્સોએ એક વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરીને બીજા એક વ્યક્તિને માર મારી કારમાં અપહરણ કરી લઈ જતા સુરેન્દ્રનગર પોલીસ દ્વારા નાકાબંધી કરી આરોપીને પકડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જો કે ચોટીલા પોલીસે ગણતરીની કલાકમાં આ પાંચેય શખ્સોને વાંકાનેર ખાતેથી જ પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રેન્જ આઈજી સંદીપ સિંઘે આગામી સમયમાં ગ્રામ પંચાયત ચુંટણી યોજાનાર હોય અને ચુંટણી સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને ચુંટણી શાંતીમય રીતે થાય તેના ભાગ રૂપે ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા ખાસ સુચના આપી હોય ચોટીલા પોલીસે રાત્રીના સવા બે વાગ્યાના સુમારે આ કામના ફરીયાદી ધર્મેશભાઇ નરેન્દ્રભાઇ લેઉવા પટેલ ઉવ.૩૩ ધંધો. પ્રા.નોકરી રહે.મોભા તા.પાદરા તથા સાહેદ મનોજભાઇ શીવાભાઇ પટેલ રહે.પાદરા વાળા આ કામના ભોગ બનનાર કરણભાઇ રહે.ઝારખડ વાળાએ મોરબી મુકામે લેબર કોન્ટ્રાકટનું કોઇ કાકા તરીકે ઓળખાતા વ્યક્તિ સાથે લેબર કોન્ટ્રાકટનું નકકી કરવાનું હોય ફરીયાદી તથા સાહેદ પાદરાથી પાદરા- સોમનાથ વાળી બસમાં બેસી ચોટીલા નેશનલ હાઇવે રોડ ઉપર રાજકોટ તરફ જતા બસ સ્ટેન્ડ પાસે ઉતરી ચામુંડા ધર્મશાળા બાજુ ચાલીને જતા હતા. ત્યારે પાછળથી પાંચ શખ્સોએ બલેનો ફોર વ્હીલ ગ્રે કલરની ગાડીમાં ધસી આવી ફરીયાદીને છરી વતી ડાબા હાથે બે જગ્યાએ ઇજા કરી સાહેદ કરણભાઇ રહે.ઝારખંડ વાળાને બલેનો ગાડીમાં નાખી અપહરણ કરી લઇ ગયા હતા.

આ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનને જાણ થતા તાત્કાલીક અસરથી અલગ અલગ ટીમો બનાવી તુરત જ નાકાબંધી કરી મોરબી તથા વાંકાનેર તેમજ રાજકોટ રૂરલ વિસ્તારમાં પણ જાણ કરી હતી. દરમ્યાન ચોટીલા પોલિસે બાતમીના આધારે આરોપીઓને વાંકાનેર તાલુકાના અમરપરા વિસ્તારમાં વાંકાનેર તાલુકા પોલીસની મદદથી ગુન્હામાં વપરાયેલ બ્લોનો કાર નં.GJ- 36 L-4317 સાથે ગણતરીના કલાકોમાં ઉકેલી અનીશભાઇ આદમભાઇ કુંઢીયા પીંજારા મુ.માન ઉ.વ.૩૬ રહે. વાંકાનેર મીલ પ્લોટ, કિશનભાઇ મિથીલેશભાઇ ઉમેશભાઇ પાશ્મન ઉવ.૧૯ રહે.હાલ ઢુવા સનાટ સીરામીક તા.વાંકાનેર, મોજબાબુ સંજીતભાઇ ઇમીરી પાશ્મન ઉવ.૨૦ રહે.હાલ ઢુવા સનાટ સીરામીકઆ તા.વાંકાનેર, જયેશભાઇ રમેશભાઇ લાલજીભાઇ ઉધરેજા ઉવ.૧૯ રહે.વાંકાનેર મીલપ્લોટ, અબ્દુલભાઇ જુસબભાઇ બ્લોચ મકરાણી ઉવ. ૨૦ રહે. વાંકાનેર મીલ પ્લોટ ફારૂકી મજીદ પાસે તા.વાંકાનેરવાળાને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો