Placeholder canvas

ઉતરાયણની મજા બની સજા: કેટલાને થઈ ઇજા ? જાણો


ઉત્સાહ અને ઉમંગના પર્વ એટલે ઉત્તરાયણમાં ક્યારેક પતંગ રસિયાઓની મજા પરંતુ ક્યારેક સામાન્ય જનતા માટે સજાનું કારણ બની જાય છે. મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન દોરીને કારણે ગળામાં ઇજા અને અકસ્માતની ઘટના બનતી હોય છે. જ્યારે આજે સવારથી અત્યાર સુધીમાં રાજ્યમાં દોરીના કારણે ઇજાના 40ની આસપાસ બનાવો બની ચૂક્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, મોરબી મહેસાણા સહિતની શહેરોમાંથી અનેક આવા બનાવના સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદ શહેરમાં અનેક ધાબા પરથી પટકાવાના અને ગળું કપાવાના કિસ્સા સામે આવ્યા છે. 108 એમ્બ્યુન્સને મળેલા કોલની વાત કરીએ તો બપોરના 12 કલાક સુધીમા 108ને ગળું કપાવવાના 60 ફોન આવ્યા છે, જ્યારે ધાબેથી પડવાના 69 ફોન આવ્યા હતા. તો શારીરિક ઇજાઓ સંદર્ભે 21 કોલ મળ્યા હતા. કુલ 118 લોકોને ગંભીર રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 112 લોકોને 108 માં સારવાર આપવામાં આવી.

આ પતંગ રસિયાઓની મજા આકાશમાં ઉડતા પક્ષીઓ માટે સજા બની જતી હોય છે દોરીથી પક્ષીઓ ઘાયલ થતાં ઝાડ પણ ઉપર લટકતા જોવા મળતા હોય છે

આ સમાચારને શેર કરો