Placeholder canvas

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ડૉક્ટર વગરની: 2 ડૉક્ટર કોરોના પોઝિટિવ, 1 ટ્રેનિંગમાં, દર્દીઓ રામ ભરોસે !

By શાહરૂખ ચૌહાણ -વાંકાનેર
મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને વાત કરીએ મોરબી જીલ્લાના વાંકાનેરની તો વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવતા હોય છે તેવા સમયે વાંકાનેર સિવિલ હોસ્પિટલના 2 ડોક્ટરોને કોરોના પોઝિટિવ આવેલ છે અને એક ડોક્ટર ટ્રેનિંગમાં ગયા હોવાથી હાલમાં સિવીલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે.

મોરબી સહિત સમગ્ર ગુજરાત અને દેશ તેમજ દુનિયામાં હાલમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સબ સલામતની વાતો કરવામાં આવી રહી છે તેની વચ્ચે જો વાત કરીએ મોરબી જીલ્લાના વાંકાનેર શહેરની તો વાંકાનેર શહેરની અંદર આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે વાંકાનેર શહેર તેમજ તાલુકાના લોકો સારવાર લેવા માટે આવતા હોય છે, તેવામાં વાંકાનેર સિવિલ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા આજે 2 ડોક્ટરોને કોરોના પોઝીટીવ આવેલ છે અને એક ડોક્ટર ટ્રેનિંગમાં હોવાથી, આજે સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓની સારવાર કરવા માટે કોઈ ડોક્ટર ન હોય સારવાર લેવા માટે આવતા દર્દીઓ હેરાન થતા હતા.

આ મુદ્દે સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના ડોકટરોને કોરોના પોઝીટીવ આવેલ છે તેની જાણ તેમણે ઉચ્ચ કક્ષાએ કરી દિધી છે જો કે, ડોક્ટરની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી માટે હાલમાં દર્દીઓની સારવાર કરવા કોઈ ડોક્ટર ન હોવાથી કોઈપણ કેસ સિવિલમાં આવે તો પ્રાથમિક સારવાર આપીને તેને રાજકોટ કે મોરબી રવાના કરવામાં આવે છે અને કોરોનાના વધતા કેસ વચ્ચે હાલમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે.

આ સમાચારને શેર કરો