વાંકાનેર: એબીસી કોર્પોરેશન દ્રારા ‘ખેતીમા ડ્રીપ ઈર્રીગેશનનું મહત્વ’ શિબિરનું આયોજન કરાયુ

Sponsored Article

વાંકાનેર: વાંકાનેર ખાતે એબીસી ઈર્રીગેસન,એગ્રી બિજનેસ સેન્ટર (એબીસી ગ્રુપ) વાંકાનેર અને પેરાગોન ઇરીગેશન પ્રા.લી.વડોદરા દ્રારા ખેતીમા ડ્રીપ ઈર્રીગેશનનું મહત્વ સમજાવતી ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૨૫૦ જેટલા વાંકાનેર,ટંકારા,ચોટીલા,થાન,મૂડી તાલુકાના ઉત્સાહી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરુઆત ઈમરાનભાઈ દેકાવાડીયા એ ઉપસ્થિત મહેમાનો તથા ખેડૂતોનું શાબ્દિક સ્વાગત કરવામા આવ્યુ હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના શોહીલ પીલુડીયા ગ્રામસેવકે સરકારી યોજના વિશે માહિતી આપી હતી. આગાખાન સંસ્થાના કાર્યકર ઉસ્માનભાઈ ચોધરીએ આગાખાન સંસ્થાની કામગીરી અને (જીરો) ૦% લોન ટપકમાં આપવામાં આવે છે તેની માહિતી આપી હતી.

જીજીઆરસીમાં આવેલ ચિરાગ પટેલે ટપક સિંચાય પદ્ધતિમાં સબસીડી વિશે માહિતી આપી હતી. કૃષિ નિષ્ણાંત અને એગ્રીલેન્ડ બાયો પ્રા.લી.ના બિજનેસ ડેવલોપર મેનેજર ગની પટેલે ખેડૂતભાઇને સજીવ ખેતી તથા સુક્સમ તત્વ,આપણા વિસ્તારની જમીનમાં પી એચ આંકની વાસ્તવિકતા અને ટપક પદ્ધતિ વિશે માર્ગદર્સન આપ્યું હતું. પેરાગોન ઈરીગેશન પ્રા.લી.વડોદરાથી પધારેલ જનરલ મેનેજર મધુસુદન પટેલે ટપકના ફાયદા જેવા કે મજુરી ખર્ચ ઘટે, રાસાણીક ખાતરનો વ્યવસ્થિત ઉપયોગ થાય તેમજ જમીનની ભેજ જાળવણી,ભેજ ચકાસવાની દેસી પદ્ધતિ વિશેની મહિતી આપી હતી.

કાર્યક્રમના અંતે એબીસી ગૃપના સંચાલક અનીસભાઇ માથકિયાએ એબીસી ગૃપની વિવિધ કામગીરી અને પ્રોડકટ વિશે ખેડૂતોને માહિતી આપી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ગુલાબભાઈ સિપાઈઍ કર્યુ હતું.

આ સમાચારને શેર કરો