Kaptaan Impact: એક મહિનાથી પડેલો ઢગલો કપ્તાનના સમાચાર બાદ એક કલાકમાં હટી ગયો.!
વાંકાનેર: વાંકાનેર કુવાડ રોડ પર છેલ્લા એકાદ મહિનાથી રોડ પર માટીનો ઢગલો પડ્યો હતો જે આર એન બી વિભાગને દેખાતો નહોતો કપ્તાને આજે સવારે જ આરએનબી વિભાગના જવાબદાર અધિકારીઓને મોતિયા ઉતરાવવાની વાત કરી અને એક કલાકમાં જ આ ઢગલો ત્યાંથી હટાવી દેવાયો છે.
આમ છેલ્લા એકાદ મહિનાથી આ રોડ પરથી પસાર થતા લોકોને હાલાકી પડતી અને એક્સિડન્ટ થવાની સંભાવના રહેતી ત્યારે આ સમસ્યાને જાણ કપ્તાનના વાંચકો એવા વાંકાનેર તાલુકાના ખીજડીયા અને સિંધાવડર ગામના બે જાગૃત યુવાનોએ કપ્તાનમાં કરી હતી. જેમનો સમાચાર રૂપી અહેવાલ આજે પ્રસિદ્ધ થયા હતા અને માત્ર એક કલાકમાં જ જવાબદાર તંત્રએ આ ઢગલો રસ્તા પરથી દૂર કરી દેવાયો છે.
આ બન્ને જાગૃત યુવાનોએ અમને લગભગ દશેક દિવસ પહેલા માહિતી આપી હતી પણ હાલ ચૂંટણીના માહોલ હોય અને અમારી ખૂબ વ્યવસ્થા રહેતી હોવાથી ચૂકાઈ ગયું હતું, જ્યારે ગઈકાલે ફરી રિમાઇન્ડર મેસેજ આવતા આજે સવારે સમાચાર બનાવ્યા અને અપલોડ કર્યા અને તાત્કાલિક પરિણામ મળ્યું, લોકોને ઘણા સમયથી મુશ્કેલી પડતી હતી તેઓને રાહત મળી, એમના નિમિત અમે બન્યા તેમનો આનંદ થયો.