મોરબી–વાંકાનેર હાઇવે પર રીક્ષા ચાલકને અજાણ્યા વાહને કચડી નાખ્યો.

મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે સીએનજી રીક્ષા ચાલકને પાછળથી ઠોકર મારી કચડી નાખી વાહન હંકારી નાસી છૂટતા હિટ એન્ડ રનની આ ઘટનામાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેરના બાવાગોરની શેરીમાં રહેતા બશિરમીયા હૈદરમીયા કાદરીએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત રાત્રીના ચારેક વાગ્યાના અરસામાં જીજે – 36 – યુ – 1119 નંબરની સીએનજી રીક્ષા લઈને જતા તેમનાં મોટાભાઈ અકબરમીયા હૈદરમીયા કાદરીને અજાણ્યા વાહને પાછળથી હડફેટે લઈ રોડ ઉપર પાડી દઈ ઉપર ટાયર ફેરવી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના ભાઈ બસીરમિંયા હૈદરમિંયા કાદરી જાતે સૈયદ (૫૧) ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે. વાંકાનેર બાવાગોરની તકીયાવાડી શેરી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો