વાંકાનેર:કણકોટમાં બાળકોને શાળાએ બોલાવતા જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી, જુવો વિડીયો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જુના કણકોટ ગામની સરકારી પ્રાથમિક શાળામાં કોરોનાની મહામારી વચ્ચે બાળકોને શાળાએ બોલાવવાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં શિક્ષકો શાળા બંધ હોવા છતાં બાળકોને ભણવા માટે સ્કૂલે બોલાવીને સાફ સફાઈ સહિતની કામગીરી કરાંવી હતી. જે મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ કારણ બતાવો નોટિસ પાઠવી શાળાના શિક્ષક પાસે જવાબ માંગ્યો છે.
વાંકાનેરના જુના કણકોટ ગામની સરકારી પ્રાથમિક શાળામાં કોરોના મહામારી વચ્ચે ચાલુ થઈ ગઈ હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ઉતારનાર એક ભાઈ શિક્ષકને પૂછી રહ્યા છે કે ,હાલ કોરોનાની મહામારી છે અને શાળાઓ બંધ છે છતાં આ સ્કૂલને ચાલુ કરવાની તમને કોણે પરવાનગી આપી? અને કોના કહેવાથી આટલી ગંભીર મહામારી વચ્ચે બાળકોને શાળાએ ભણવા માટે બોલાવ્યા? તે સહિતના અનેક પ્રશ્નોની પૂછતો વીડિયો વાયરલ થતા મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ જવાબદારોને નોટિસ ફટકારી હતી અને વીડિયોની સમગ્ર ઘટના અંગે યોગ્ય તપાસ કરી જરૂર પડ્યે વધુ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.