વાંકાનેર: કોઠારીયામાં ગઇ કાલે વીજળી પડી, એક ભેંસનું મોત, એકને ઈજા
વાંકાનેર ગઈકાલે સાંજના વરસાદ દરમિયાન વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે વીજળી પડી હતી જેમાં એકનું મોત થયું છે અને એકને ઈજા થઈ છે.
મળેલી માહિતી મુજબ ગઇકાલે સાંજના છ વાગ્યા થી 8:30 દરમિયાન વાંકાનેર શહેર અને તાલુકામાં ગાજ વીજ સાથે ભારે વરસાદ પડયો હતો જેમાં સાંજે 7 વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામે મકવાણા દિલિપ માધાભાઈની વાડીએ વીજળી પડી હતી જેમાં એક ભેંસનું મોત થયું છે અને એક ભેંસને ઇજા થઈ છે.
કોઠારીયા ગામના મકવાણા દિલીપભાઈ પશુપાલનનો વ્યવસાય કરે છે, તેઓ પોતાના પશુઓને ગામની નજીક આવેલી પોતાની વાડીએ રાખે છે તેમની પાસે 8 થી 10 નાના મોટા પશુઓ છે. ગત રાત્રે વીજળી પડતા આશરે દોઢલાખ રૂપિયાની કિંમતની ભેંસનું મોત થયું છે, જ્યારે બીજી ભેંસ બેભાન થઈ ગઈ હતી, પરંતુ થોડી વારમાં તે ઉભી થઇ છે તેમને પણ ઈજા પહોંચી છે. આમ કોઠારીયાના પશુ પાલકને વીજળી પડતાં અને ભેંસનું મોત થતા ભારે નુકસાની સહન કરવી પડી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…