એસ.ટી બસની ઠોકરે પતિની નજર સામે પત્નીનું મોત

મોરબી: જુના બસ સ્ટેન્ડ પાસે એસ.ટી. બસની ઠોકરે મહિલા આવી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું બનાવની જાણ થતા ૧૦૮ ની ટીમ દોડી આવી મૂર્તદેહ ને પી.એમ. માટે હોસ્પીત્લ ખસેડવામાં આવ્યો.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી સારગપુર થી ભુજ જતી બસ પસાર થઈ રહી હતી ત્યારે મોરબીના સામાકઠા વિસ્તારમાં રેહતા લલ્લન યાદવ પોતની પત્ની મજૂબેન યાદવ સાથે એકટીવા પર દવા લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે બસ સ્ટેન્ડ નજીક જ કોઈ કારણોસર મજુબેન એકટીવામાંથી પડી જતા બસના પાછલના વ્હીલમાં આવી જતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ૧૦૮ ટીમ દોડી આવી હતી અકસ્માત થતા મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા હતા અને મૂર્તદેહ ને પી.એમ. માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •