Placeholder canvas

ટંકારાના કલ્યાણપર ગામના મહિલા સરપંચનું રાજીનામું

ટીડીઓને પત્ર લખી કોઈના દબાણ વગર માત્ર ઘરકામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું

ટંકારા : ટંકારાના કલ્યાણપર ગામના મહિલા સરપંચે એક વર્ષ પૂરું થાય તે પહેલાં રાજીનામુ આપી દીધું છે. ટીડીઓને પત્ર લખી કોઈના દબાણ વગર માત્ર ઘરકામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. લખધીરગઢ બાદ વધુ એક ગામમાં સરપંચે રાજીનામું આપી દેતા હવે વહીવટ ઉપ સરપંચ દ્વારા કરવામાં આવશે.

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના મહિલા સરપંચ ગીતાબેન ભાવેશભાઈ ગજેરાએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું તેઓ એક વર્ષથી ટંકારા તાલુકાના કલ્યાણપર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવે છે. પણ તેઓ મહિલા હોવાથી ઘર-પરિવારની જવાબદારી નિભાવવી પડતી હોય અને ઘરકામની સાથે ખેતીકામમાં વ્યસ્ત રહેતા હોવાથી સરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં પૂરેપૂરી જવાબદારી નિભાવી શકતા નથી અને પંચાયતની કામગીરીમાં પૂરતું ધ્યાન આપી શકતા ન હોય સરપંચ તરીકે રાજીખુશીથી રાજીનામુ આપું છું. કોઈના દબાણ વગર માત્ર ઘરકામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપતા હોય તેઓએ આ રાજીનામુ મંજૂર કરવા જણાવ્યું છે.

ચુંટાયા બાદ એક વર્ષ પુરૂ કરે એ પહેલાં કલ્યાણપર પંચાયત ના મહિલા સરપંચ એ રાજીનામું ધરી દીધું છે લખધીરગઢ બાદ વધુ એક ગામમાં સરપંચે પંચાયતને રામ રામ કર્યા છે હવે ઉપસરપંચ ને સોપસે પંચાયતનો ચાર્જ પરંતુ ટંકારા નગરપાલિકા બને એ પણ જરૂરી છે એ માટે આજુબાજુના ગામોનો સમાવેશ કરે તો વિકાસ ને વેગ મળે અને ટંકારાની પાધરે આવેલ ગામો પણ પાલિકા હેઠળ સમાવી સર્વાંગી વિકાસનો લાભ મેળવી શકે. હવે જોવુ એ રહયુ કે ટંકારા ક્યારે પાલિકાનો દરજ્જો મેળવે છે. પરંતુ હાલે આંતરીક રાજકારણ સતા માટે દાવપેચ કરી રહયાનુ નરી આંખે જોઈ શકાય છે.

આ સમાચારને શેર કરો