વાંકાનેર: બાઉન્ડ્રી પાસેથી દારૂની 31 બોટલ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ચોટીલા હાઇવે ઉપર બાઉન્ડ્રી નજીક આવેલી હોટલ નજીકથી એક રાજસ્થાની શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 31 બોટલ સાથે ઝડપી લઈ દારૂનો આ જથ્થો મંગાવનાર શખ્સનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ વાસુકી હોટલ પાસેથી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના મહિપાલસિંગ તેજસિંગ ઝાલા નામના શખ્સને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 31 બોટલ કિંમત રૂપિયા 41,165, એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2000 તેમજ રોકડા રૂપિયા 1500 સહિત કુલ રૂપિયા 44,665 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો કમલેશભાઈ નામની વ્યક્તિએ મંગાવ્યો હોવાની કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.