કાશીયાગાળામાં યુવકનું પાણીમાં ડૂબી જતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામમાં રહેતો એક યુવક પાણીમાં ડૂબી ગયો હતો. જેથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

કાશીયાગાળા ગામમાં રહેતા કેશુભાઇ અમરશીભાઇ ધરજીયા (ઉ.વ. ૪૫) ગઈકાલે તા. 17ના રોજ અજાણ્યા કારણસર કોઇ ઉંડા પાણીમાં ડુબી ગયા હતા. આથી, તેનું મોત થયું હતું. બાદમાં કેશુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો