હળવદ: કોંગ્રેસના યુવા અગ્રણીઓએ હાર્દિક પટેલની મુલાકાત લીધી
હળવદ : હળવદ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મિલન પટેલ, યાજ્ઞિક ગોપાણીએ તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી થવા બદલ હાર્દિક્ને અભિનંદન પાઠવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન સૌ સાથે મળીને આગામી સમયમાં ગુજરાતના ૬ કરોડ લોકોના સ્થાપિત હિતો માટે લડાઈ લડવા તથા આગામી વિધાનસભાની પેટાચૂંટણી, પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ વિજય પ્રાપ્ત કરે તેવા સઘન પ્રયાસો કરવા અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમજ હાર્દિક પટેલએ કોંગ્રેસમાં યુવાનોને સ્થાન આપવામા અને આગામી સમયમા ગામડે ગામડે જઈ ખેડૂત, બેરોજગાર લોકોને મળીને તેમના પ્રશ્નોને વાચા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.