રાતાવીરડામાં આખી 3 બોટલ વિદેશી દારૂ પકડાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાં એક શખ્સને 3 બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.
ગઈકાલે રાતાવીરડા ગામમાં દીયાન પેપરમીલ પાસેથી રસીકભાઇ છનાભાઇ અબાસણીયા (ઉ.વ. ૨૫, ધંધો મજુરી)ને ગે.કા. રીતે પાસ, પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદાથી કાળા કલરના થેલામાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ બોટલ નંગ -૦૩, જેની કિ.રૂ. ૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.