વાંકાનેર : જુનિ કલાવડી પરપ્રાંતીય શ્રમિક પરિવારની સગીરાએ ગળાફાંસો ખાઈ લેતા,મોત
વાંકાનેર : તાલુકાના જુના કલાવડી ગામે બહેન સાથે થયેલી બોલાચાલી બાદ લાગી આવતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની એક સગીરાએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
જૂની કલાવડી ગામે સીમ વિસ્તારમાં પરિવાર સાથે રહી મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શંકરભાઇ મેથુભાઈ મકવાણાની સગીર વયની પુત્રીએ ગઈ સાંજે 6 વાગ્યાના અરસામાં રહેણાંક ઓરડીમાં ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું.
આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા મૃતકને તેની નાની બહેન સાથે કોઈ બાબતે બોલાચાલી બાદ સામાન્ય ઝઘડો થતા એ બાબતનું લાગી આવતા આવેશમાં આવી જઈને સગીરાએ ઓરડીમાં જઈને પોતાની જાતને લટકાવી દેતા તેનું મોત થયું હતું.