વાંકાનેર : સગીરાનું અપહરણ કરનાર આરોપી પાટડી તાલુકાના નાના ગેરૈયા ગામેથી ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર સીટી પોલિસ દ્વારા સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ જનાર આરોપી નાના ગેરૈયા ગામમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.
વાંકાનેર સીટી પોલિસ દ્વારા પોક્સો એક્ટ અંતર્ગત સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ જનાર આરોપી વિનોદ બચુભાઈ ધામેચા (ઉ.વ. 26, રહે. ખાખરેચી, તા. માળીયા (મી.), જી. મોરબી) તથા ભોગ બનનારને કમ્પ્યુટર સેલ – મોરબીના સહયોગથી આરોપીના મોબાઈલ નંબરના આધારે લોકેશન ટ્રેસ કરી પાટડી તાલુકાના નાના ગેરૈયા ગામમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. તેઓને વાંકાનેર સીટી પોલિસ સ્ટેશને લાવી આરોપીની ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.