ટંકારા: ઉગમણી સિમ વિસ્તારમાં હિંસક પ્રાણીએ પરપ્રાતી બાળક પર કર્યો હુમલો


By Jayesh Bhatasaniya -Tankara
ટંકારાની ઉગમણી સિમ જે હડમતિયા ગામના વોકળાના કાંઠે આથમણી વાડી વિસ્તારમાં ડાકા ગોવિંદ ટપુભાઈના ખેતરે ઝુંપડામા રહેતા આદીવાસી ખેતમજુર પરીવાર સાથે ધસધસાટ નિંદ્રામાં હતો ત્યારે રાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે હિંસક પ્રાણીએ ઝુપડામા ધુસી સોનલ પારસીંગભાઈ ઉં-૪ ને મોઢા મા પકડી ધસડી જતા માતા લીલાબેન બાળકીને પડખામાં લઈ સાડીમા વિટડાવી સુતા હોય જાગી ગયા હતા અને તેના વાલસોયા ને હિસંક જનાવર ના મુખ મા જોતા ચિસ પાડી બાળકને મુખ માથી છોડાવયુ હતું તો હિસંક પ્રાણી બાળક છોડી અંધારામા ગાયબ થઈ જતા શુ હતુ તે ખ્યાલ આવ્યો ન હતો પરંતુ તિક્ષ્ણ દાત ભુલકા ના મુખ પર મારી રકતરંજીત કરતા 108 ને જાણ કરતા પાઈલોટ કેતનસિહ સાથે ડો. વલ્લભભાઈ લાઠીયા તાત્કાલિક સારવાર સાથે મોરબી ખસેડયા હતા જયા ડોકટરે બનાવની ગંભીરતા પારખી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયાનુ જાણવા મળ્યું છે.

આ વાત વાયુ વેગે સિમાડા વટી જતા ખેતરોમા રહેતા મજુરોમા ભયનુ લખલખુ ફેલાઈ ગયુ છે. વનવિભાગના કુંડારીયા તેની ટીમ સાથે ધટના સ્થળે આજુબાજુના પગેરૂ મેળવી ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલ્યા છે સાથે રાજકોટ ધાયલ બાળકને હુમલાની રીતથી પણ ખ્યાલ લેવા ટીમ ગઈ હોવા નુ જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ વર્ષ પહેલાં જ ટંકારા આજ વિસ્તારમાં દિપડા એ દેખા દિધા હતાં અને 50 થી વધુ ધેટા બકરા ને ફાડી ખાધા હતા ત્યારે આ હિસંક પ્રાણી ઝરૂખ. નાર. હડકાયુ કુતરુ કે અન્ય જંગલી જાનવર હોવાનું અનુમાન અધિકાર લગાવી રહા છે. સાચો તો રીપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવે ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગ પ્રાણીને પકડવા પ્લાન ધડશે.

