Placeholder canvas

વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ અને બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવતી ઝોહરાજબીન શેરસીયા

વાંકાનેર : આજે 12 સામાન્ય પ્રવાહનું ગુજરાત બોર્ડનું જાહેર થયેલ પરિણામમાં… સમગ્ર મોરબી જિલ્લામાં A-1 ગ્રેડમાં કુલ ૪૮ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ છે. વાંકાનેર તાલુકામાં ૨૪ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવેલ છે.

વાંકાનેર કેન્દ્રમાં ૧૨ સામાન્ય પ્રમાણમાં વિદ્યાર્થીઓ ખૂબ સારુ પરિણામ મેળવેલ છે જેમાંથી શેરસીયા ઝોહરાજબીન શેરસીયાએ A-1 ગ્રેડ મેળવીને વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મળેલ છે.

ઝોહરાજબીન શેરસીયાએ 94.85% અને 99.98 PR મેળવેલ છે. વિષયવાર માર્ક્સ જોઈએ તો ગુજરાતી 85, અંગ્રેજી 89, અર્થશાસ્ત્ર 98, બી.એ. 95 આંકડાશાસ્ત્ર 100, સંગીત 100, નામું 97 કુલ 700 માર્ક્સ માંથી 664 માર્ક્સ મેળવેલ છે.

ઝોહરાજબીન શેરસીયાએ કણકોટ ગામના રહેવાસી અને હાલ આશિયાના સોસાયટીમાં રહેતા સામાજિક અગ્રણી અને આરટીઆઇ એક્ટિવિસ્ટ ઉસ્માનગની શેરસિયાની પુત્રી છે. જોહરાજબીન શેરસીયાએ વાંકાનેર મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. આ વર્ષે મોર્ડન સ્કૂલે વાંકાનેરમાં પ્રથમ સ્થાન મેળવીને મેદાન માર્યું છે.

ઝોહરાજબીન શેરસીયાને 99.98 PR હોવાથી ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવેલ છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો