Placeholder canvas

ધોરણ 12ના પરિણામમાં વાંકાનેર Top-10માં 9 છોકરીઓ અને 8 મુસ્લિમ વિદ્યાર્થીની…

વાંકાનેર: આજે જાહેર થયેલ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં વાંકાનેર કેન્દ્રમાં કુલ 24 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ મળેલ છે. એ-વન ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને વાંકાનેર ટોપટેનમાં સ્થાન મળેલ નથી. મતલબ કે વાંકાનેરમાં એ-વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે ખૂબ વધારે છે.

આ વર્ષે ૧૨ સામાન્ય પ્રવાહના આવેલા પરિણામમાં નોંધવા જેવી બાબત એ છે કે વાંકાનેર ટોપટેનમાં કુલ ૧૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે કોઇ પણ સ્થાનમાં એક થી વધુ વિદ્યાર્થીઓ નથી અને ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે વાંકાનેર ટોપ ટેન ના 10 વિદ્યાર્થીઓમાં થી નવ વિદ્યાર્થીનીઓ (છોકરીઓ) છે અને કુલ ૧૦ વિદ્યાર્થીઓમાંથી આઠ મુસ્લિમ વિદ્યાર્થીનીઓ છે માત્ર જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થી શાહ હર્ષ એક જ વિદ્યાર્થી એવો છે જેને વાંકાનેર ટોપટેનમાં સ્થાન મેળવેલ છે.

ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામ નું વિશ્લેષણ કરીએ તો વાંકાનેર ટોપટેનમાં આવેલા કુલ 10 વિદ્યાર્થીઓમાંથી મોર્ડન સ્કૂલના 7, જ્ઞાનગંગા સ્કૂલના 2, અને સીંધાવદરની એસએમપી સ્કૂલના 1 વિદ્યાર્થીને સ્થાન મળેલ છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો