Placeholder canvas

ધો.12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ ડાંગ જિલ્લાનું 95.41 અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ

મોરબી જિલ્લાનું 89.20 ટકા પરિણામ : સમગ્ર જિલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ 94.26 ટકા પરિણામ : સૌથી ઓછું મોરબી કેન્દ્રનું 87.21 ટકા પરિણામ

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.

1064 સ્કૂલોમાં 100 ટકા પરિણામ
આ વખતે સુબીર,છાપી, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઈ છે, જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે. જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલમાં 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે.

આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.4 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વડોદરા જિલ્લાનું રાજ્યમાં સૌથી ઓછુ 76.49 ટકા રિઝલ્ટ આવ્યું છે.

વડોદરા જિલ્લામાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે તો,વડોદરા સેન્ટ્રલ જેલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે.

મોરબી જિલ્લાનું 89.20 ટકા પરિણામ:-
આજે જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયુ છે. સમગ્ર રાજ્યનું 86.91 ટકા પરિણામ આવ્યું છે જેમાં આવ્યું છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે સવારે પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી જિલ્લાનું 89.20 ટકા પરિણામ જાહેર થયું છે. સમગ્ર જિલ્લામા હળવદ કેન્દ્ર 94.26 ટકા સાથે પ્રથમ સ્થાન મેળવીને મેદાન મારી ગયું છે, બીજા ક્રમે વાંકાનેર કેન્દ્રનું 88.53 ટકા, ત્રીજા ક્રમે ટંકારા કેન્દ્ર 88.49 ટકા અને છેલ્લા ચોથા ક્રમે મોરબી કેન્દ્રનું 87.21 ટકા પરિણામ જાહેર થયુ છે.

મોરબી જિલ્લામાંથી કુલ 5379 વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી જે પૈકી 4914 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાંથી A-1 ગ્રેડમાં 48, A-2 ગ્રેડમાં 552, B-1 ગ્રેડમાં 1145, B-2 ગ્રેડમાં 1430, C-1 ગ્રેડમાં 1180, C-2 ગ્રેડમાં 410 અને D ગ્રેડમાં 33 વિદ્યાર્થીઓ મેળવેલ છે.

આ સમાચારને શેર કરો