Placeholder canvas

અસુવિધા કે લઈએ હમેં ખેદ હૈ: જીઓ નેટવર્કના ધાંધિયા નહિ સુધરેતો, કોર્ટમાં પિટિશન કરાશે.

અબડાસા તાલુકાના મીંયાણી ગામે જીઓ નેટવર્કમા છેલ્લા ત્રણ મહિનાથી ઈન્ટરનેટ અને કોલીંગની સુવિધા લગભગ ઠપ્પ પળી છે. અહિં અંદાજીત ૩૦થી૩૨ માઈનીંગ લીજો તેમજ મીલો પણ આવેલી છે. આસપાસના ના નાનાવાડા હાજાપર મીંયાણી ખીરસરા નારાણપર વગેરે ગામડાઓ ના ત્રણ થી ચાર હજાર ગ્રાહકો આ નેટવર્ક મા જોડાયેલા છે કસ્ટમર કેર માંડ દોઢ દોઢ કલાકોની રીંગ વાગ્યા બાદ સદનસીબે જ કોઈ કોલ ઉપાડવામાં આવે અને દરેક વખતે એકજ જવાબ મળે છે કે અસુવિધા બદલ માફી માંગી એ છીએ અમારી ટીમ કામ કરી રહિ છે જ્યારે નેટવર્ક ની પરિસ્થિતિ માત્ર 100 મીટર ની રેંજ માં પણ એજ છે.

સરકાર શ્રી દ્વારા રોજગાર અને વિકાસ ની તકો ખુબ વિકસી છે પરંતુ અનેક રજુઆતો છતાં જીઓ કંપની ને જાણે કોઈ ફરક ન પડતો હોય તે રીતે આંખ આડા કાન ધરી બેઠા છે અહિં ગઈ કાલે તમામ એસોસિયેશનની એક મિટિંગમા નીર્ણય લેવાયો છે કે જો દિવસ પંદરની અંદર કંપની નેટવર્કની અસુવિધા જીઓ નેટવર્ક દ્વારા દુર કરવામાં નહીં આવે  તો કાયદેસરની કાર્યવાહી કરી શોભાના ગાંઠિયા સમાન અહિંના ટાવરને રદ કરાવવા સાથે લોકોની અસુવિધા બદલ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે, તેમ અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજાક હિંગોરા દ્વારા જણાવાયું છે.

આ સમાચારને શેર કરો