skip to content

પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા જયસુખ પટેલ જેલહવાલે

મોરબી : ઝૂલતાપૂલ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી અને ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલ કોર્ટ સમક્ષ સરન્ડર થયા બાદ પોલીસે કસ્ટડી મેળવી સાત દિવસના રિમાન્ડ ઉપર લીધા બાદ આજે રિમાન્ડ પુરા થતા ફરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા જેલ હવાલે કરવામાં આવેલ છે.

30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પૂલ તૂટી પડતા આ દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ બાદ ઓરેવા કંપનીના બે મનેજર સહીત 9 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનીશ પોલીસે ચાર્જશીટ રજૂ કરી દસમા આરોપી તરીકે જયસુખ પટેલને જોડી ધરપકડ વોરંટ મેળવી લુક આઉટ નોટિસ કાઢતા જ જયસુખ પટેલ મોરબી કોર્ટ સમક્ષ હાજર થયો હતા. જે બાદ મોરબી કોર્ટ મારફતે તપાસનીશ પોલીસ ટીમે જયસુખ પટેલનો કબ્જો મેળવી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા.

દરમિયાન આજે જયસુખ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા ફરી જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરાયો હતો. જો કે, પોલીસે વધુ રિમાન્ડની માંગ નહીં કરતા નામદાર કોર્ટે જયસુખ પટેલને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

આ સમાચારને શેર કરો