Placeholder canvas

ટંકારા: સજ્જનપરના નિકુંજ સહિત ત્રણને સો-પાંચસોની ૨૩.૪૪ લાખની જાલીનોટો સાથે ઝડપી લેતી રાજકોટ ક્રાઈમ બ્રાંચ

૨ હજારના દરની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે અને લોકો આવી નોટો જમા કરાવવા બેંકોમાં ઉમટી રહ્યા છે એ દરમિયાન જ ૧૦૦, ૫૦૦ના દરની નકલી નોટો છાપવાના કારસ્તાનનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઇ છે. રાજકોટ પોલીસે મુળ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના સજ્જન૫૨ના વતની અને હાલ મોરબી રોડ અમૃત પાર્કમાં રહેતાં નિકુંજ ભાલોડીયા તથા સાધુ વાસવાણી રોડ પર ડેરી ચલાવતાં વિશાલ ગઢીયા અને . ડેરીની નજીકમાં જ રહેતાં વિશાલ બુધ્ધદેવને દબોચી લઇ કુલ રૂા. ૨૩,૪૪,૫૦૦ની જાલીનોટો જપ્ત કરી છે. જેમાં ૫૦૦ના દરની ૪૬૨૨ નોટો અને ૧૦૦ના દરની ૩૩૫ નકલી નોટો સામેલ છે. સુત્રધાર નિકુંજે ટેક્સટાઇલ, મોબાઇલ ફોન અને શેરબજારના એમ ત્રણ ત્રણ ધંધા ફેરવ્યા છતાં સફળતા મળી ન હોય ડુપ્લીકેટ નોટના ધંધામાં આવી ગઇ છે તેમ કહી નકલી નોટ પરત મેળવી ચાલતી પકડી હતી.

જાલીનોટ કૌભાંડનો સુત્રધાર નિકુંજ ભાલોડીયા ટંકારા તાલુકાના સજ્જનપરનો વતની છે. જો કે તેણે ઘણા સમય પહેલા જ માતા-પિતા, ભાઇઓ સહિતના સ્વજનો સાથેનો ના’તો તોડી નાંખ્યો છે. પોતે ઘણા સમયથી પત્નિ સાથે એકલો રહે છે. હાલમાં તો તે બે મહિનામાં જેટલી નકલી નોટો છાપી એ બધી પોલીસ સમક્ષ રજુ કરી દીધાનું રટણ કરી રહ્યો છે. પરંતુ પોલીસને શંકા છે કે તેણે રાજકોટ સહિત આસપાસમાં કદાચ જાલીનોટો ફરતી કરી દીધી છે.નિકુંજ અને તેની સાથે ઝડપાયેલા વિશાલ ગઢીયા તથા વિશાલ બુધ્ધદેવની કેફીયતમાં કેટલી સત્યતા છે જાણવા પોલીસ ત્રણેયને વિશેષ પુછતાછ માટે રિમાન્ડ પર મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો