Placeholder canvas

ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે…


રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યારે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે 24 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ રહશે. જોકે, હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં 22 જુલાઇ શનિવાર અને 23 જુલાઈ રવિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા 22 અને 23 જુલાઇના ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદમાં વરસાદનું જોર ઘટશે. મોટા ભાગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે. ત્યારે ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.વલસાડના કપરાડામાં 6 કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.શુક્રવારે દિવસ દરમિયાન ખંભાળિયામાં 9 ઈંચ, વિસાવદરમાં 8 ઈંચ અને ધરમપુરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા દોઢ મીટર ખોલી પાણી છોડવામાં આવ્યુ,તો ભાવનગરની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો હતો.

આ સમાચારને શેર કરો