Placeholder canvas

મોરબી જિલ્લાના ૭ PSIની બદલી…

મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલની બદલી બાદ સાત પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવા આદેશ કર્યો છે.

બદલી હુકમ અન્વયે લીવ રીઝર્વમાં રહેલ એમ.પી.ચાવડાની પોલીસ અધિક્ષક કચેરી મોરબી ખાતે, પોલીસ અધિક્ષક કચેરી મોરબી ખાતે ફરજ બજાવતા સી.એમ.કરકરની સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે, એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઇ કે.જે.ચૌહાણની એલ.આઈ.બી મોરબી ખાતે, ટંકારા પીએસઆઇ એચ.આર.હેરભાને મોરબી કંટ્રોલ રૂમ ખાતે, લીવ રીઝર્વમાં રહેલ વી.આર.સોનારાની એમઓબી ખાતે, એમઓબીમાં ફરજ બજાવતા જે.સી. ગોહિલની સીટી એ ડીવીઝન ખાતે અને એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા એમ.જે. ધાંધલની ટંકારા પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો