વાંકાનેર તાલુકા પંચાયતની તપાસ કરવાની આળસ કે બચાવ કામગીરીમાં છે ?
વાંકાનેર તાલુકાનાં તીથવા ગ્રામ પંચાયતમાં સરપંચની સહીમાં ફેરફારની દેખાતા તીથવાના જાગૃત નાગરિક બાદી મજૂરહુસેન રહિમભાઈ દ્વારા તા. 10/01/2019ના રોજ વિકાસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને તેની નકલ કલેક્ટર, DDO અને TDOને કરવામાં આવી હતી પણ સરકારી તંત્ર સરપંચને બચાવવાની કામગીરીમાં હોય તેમ કોઈ તપાસ કરવામાં આવી ન હતી.
વિકાસ કમિશનર દ્વારા તા. ૦૨/૦૩/૨૦૧૯ના રોજ જિલ્લા પંચાયત કચેરીને પત્ર લખીને તપાસ માટે જણાવેલ હતું અને ત્યાર બાદ જિલ્લા પંચાયતએ તા. ૦૪/૦૪/૨૦૧૯ના રોજ તાલુકા પંચાયતને પત્ર લખીને દિવસ – ૭માં તપાસ હાથ ધરીને તેનો વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવેલ હતું પણ તાલુકા પંચાયતને માહિતી અધિકાર હેઠળ અરજી કરવામાં આવી ત્યારે જવાબ મળે છે કે તા. 18/10/2019 સુધી કોઈ તપાસ કરવામાં આવેલ નથી અને માહિત નથી તેવો જવાબ આપવામાં આવ્યો હતો.
તિથવાના જાગૃત નાગરીક મંજુરહુશેન બાદી રોષ વ્યક્ત કરતા જણાવે છે કે તાલુકા પંચાયતે આવા ખોટી સહી કરવાની પરવાનગી આપી છે કે શું ? કારણ કે જે તપાસ જિલ્લા પંચાયતે 7 દિવસમાં કરવાનું કહ્યું હતું તે તપાસ 7 મહિના સુધી કેમ કરવામાં આવી ન હતી ? અને જિલ્લા પંચાયત પણ તપાસ માટે કાગળ લખ્યા પછી તપાસ માટે તાલુકા પંચાયતને તપાસ કરી કે નહીં ? એવુ કયારેય કેમ પૂછ્યું નહીં ? તો શું આ સરપંચ જિલ્લા પંચાયત સુધી પોતાની વગ ધરાવે છે કે શું ? અંતે તપાસ કરવામાં ન આવતા મુખ્યમંત્રી ફરિયાદ કાર્યક્રમમાં તા. 31/10/2019ના રોજ અરજી કરવામાં આવી છે.
આવી ગંભીર બાબતે પણ સરકારી તંત્ર કોઈ પગલાં લેવામાં આટલી નિરાંત રાખે છે, તો તપાસ પછી દોષિત હશે તો પગલાં ક્યારે લેશે અને તેની મુદત પૂરી થયા પછી આ બધા કાગળો કચરા ટોપલીમાં નાખી દેવામાં આવશે કે કોઈ કાર્યવાહી કરવામાં આવશે એવો મંજુરહુશેને વેધક પ્રશ્ન કર્યો છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…