Placeholder canvas

વાંકાનેર: આજે સવારે 2 કલાક સુધી રાજકોટની એક પણ બસ મળી, મુસાફરો રઝડી પડ્યા

વાંકાનેર: આજે સવારે 8 વાગ્યાથી 10:00 વાગ્યા સુધીમાં રાજકોટ જવાની એક પણ બસ ન મુકાતા વિદ્યાર્થીઓ, અપ-ડાઉન કરનાર વ્યક્તિઓ અને મુસાફરો રઝળી પડયા હતા.

મળતી માહિતી મુજબ રાજકોટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ સર્વિસ કે અન્ય કારણે રેગ્યુલર અપડાઉન કરતા મુસાફરો અને અન્ય મુસાફરો સવારે આઠ વાગ્યાથી બસ પકડવા માટે બસ સ્ટેન્ડ તેમજ માર્કેટ ચોક ખાતે રાજકોટની બસની રાહ જોતા હતા પરંતુ દસ વાગ્યા સુધી તેમને કોઈ બસ મળી નહોતી.

એક મુસાફરે અમને ટેલિફોનિક જાણ કરી હતી કે આવી પરિસ્થિતિ છે અને એસ.ટી પૂછપરછમાં કોઈ સરખો જવાબ પણ નથી આપતા ડ્રાઇવર નથી, બસ નથી આવા જવાબો મળે છે ત્યારે કપ્તાને વાંકાનેર એસટી ડેપો મેનેજરનો સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો. એસટી ઇન્કવાયરીમાં પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે વાંકાનેર ડેપોની બસો જુનાગઢ પરિક્રમ્મા મોકલવામાં આવી હોવાથી ૮ થી ૧૦ દરમિયાન રાજકોટની બસ મૂકી શક્યા નથી.

મળતી માહિતી મુજબ રાજકોટ જવા માટે વાંકાનેર થી દર 30 મિનિટે એક બસ મળે છે આમ બે કલાકમાં ચાર બસો કાપી નાખી છે ત્યારે ખરેખર આ વાંકાનેર એસટી ડેપોનો અણઘડ વહીવટ કહી શકાય કમસેકમ જો આ રીતે બસ બહાર ગઈ હોય તો રાજકોટ જેવા મહત્વના સેન્ટર પહોંચવા માટે 50% બસો તો મળવી જ જોઈએ. આ એસટી મુસાફરો ના કારણે જ એસ.ટી.ના કર્મચારીનો પગાર થાય છે અને તેમને પૂછપરછ બારીએથી સાચો અને વ્યવસ્થિત જવાબ પણ મળવો જોઈએ.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો