વાંકાનેરમાં જલારામ બાપાની મૂર્તિનો હાથ કાપી નંખાતા ભાવિકોમાં રોષ
આવારા તત્વએ મહંત રામકિશોરદાસજી મહારાજની મૂર્તિનો અંગુઠો પણ કાપી નાખ્યો
વાંકાનેર : વાંકાનેરમાં જલારામ જયંતીના એક દિવસ પૂર્વે જ જલારામ બાપાની મૂર્તિનો હાથ કાપી નાખતા ભાવિકો રોષે ભરાયા છે. જો કે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ઍ શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાંકાનેરમાં જડેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ સંત જલારામ બાપાના મંદિરમાં આજે સવારે જલારામ બાપાની મૂર્તિનો ડાબો હાથ આરોપી પ્રકાશ વાઢેર નામના શખ્સે કાપી નાંખતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ શખ્સે જલારામ બાપાની મૂર્તિની સાથોસાથ મહંત રામકિશોરદાસજી મહારાજની મૂર્તિનો અંગુઠો પણ કાપી નાખ્યો હતો. એક મંદિરમાં એકી સાથે બે-બે મૂર્તિને ખંડિત કરતાં ભાવિકોમાં રોષ ફેલાયો હતો અને આ અંગે ધાર્મિક લાગણી દુભાવનાર આરોપી વિરુદ્ધ ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં પોલીસે આરોપી વિરુદ્ધ કલમ ૨૯૫ અને ૪૨૭ મુજબ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરેલ છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…