Placeholder canvas

રાજકોટથી રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, તિરૂપતિ બાલાજી માટેની ખાસ ટ્રેન યાત્રા…

રાજકોટ : ભારત સરકારની પહેલ “લોકલ ફોર વોકલ” અને રેલ્વે મંત્રાલયના સહયોગથી ,ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) રીજીનલ ઓફિસ, અમદાવાદ દ્વારા સાઉથ ઇન્ડિયા ડિવાઇન ટુરિસ્ટ ટ્રેનનું બુકિંગ શરુ થયા પછી 80 ટકા સીટો બુક થઈ છે. આ ટુર રાજકોટથી રવાના થશે.

યાત્રાળુ સાબરમતી, વડોદરા, કલ્યાણ, અને પુણે સ્ટેશનથી બેસી શકશે. આઇઆરસીટીસી પ્રવક્તાએ જણાવ્યું કે, 24 જાન્યુઆરી 2023 ના રોજ દક્ષિણ દર્શન ટૂરમાં મુસાફરોને રામેશ્વરમ, મદુરાઇ, ક્ન્યાકુમારી, તિરૂપતિ માટે લઈ જવામાં આવશે.

આ પેકેજ માં ટ્રેન ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ/રૂમની સુવિધા ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડની સુવિધા, હાઉસ કીપિંગ અને જાહેરાતની સુવિધા માહિતી માટે ઉપલબ્ધ હશે. હજુ પણ ટ્રેનનું બુકીંગ ચાલુ હોય બુકિંગ માટે www.irctctourism.com અથવા મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આઇઆરસસીટીસી ઓફિસમાંથી અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકે છે.

આ સમાચારને શેર કરો