વાંકાનેર તાલુકામાં આયોડિન ડેફિસન્સીઝ દિવસે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાંકાનેર ગઈકાલે આયોડિન ડેફિસન્સીઝ દિવસ નિમિત્તે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સબ સેન્ટર ખાતે આયોડિનની ઉણપથી થતા રોગો વિશે જનજાગૃતિ લાવવા માટે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતો.
આ કાર્યક્રમમાં આયોડિનની ઊણપથી થતા રોગ વિશે લોકોને જાણકારી આપવામાં આવેલ, આયોડીનયુક્ત મીઠાના ફાયદા વિશે સમજણ આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં એમ.ઓ. સુપરવાઇઝર સી.એચ.ઓ. વગેરે હાજર રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એમ.એ.શેરસિયાએ જહેમત ઉઠાવી હતી.