દેશની સર્વોચ્ચ પરિક્ષા CLATમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ આવ્યો રાજકોટનો દર્શિલ સખિયા

રાજકોટ : રાજકોટના ત્રણ વિધાર્થીઓએ કાયદા વિધા શાખાની દેશની ઉચ્ચ કક્ષાની પરીક્ષા CLAT (કોમન લો એડમીશન ટેસ્ટ) આપી તેમાં વિધાર્થી દર્શિલ સખિયાએ રાજકોટની સંસ્થા CAREER LAUNCHER માંથી લોકડાઉન જેવી કપરી સ્થિતિમાં પણ ઓનલાઇન માર્ગદર્શન મેળવી સૌરાષ્ટ્ર પ્રથમ આવ્યો છે અને દેશની ટોપ 10 લો યુનિવર્સિટીમાંથી બીજા નંબરની હૈદરાબાદ સ્થિત NALSAR યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. સાથે જય શાહ અને પાર્થિવ જોષીએ પણ GNLUમાં સ્થાન મેળવ્યું છે.

આ અંગેે ઈક રાજકોટ સેન્ટરના ડિરેકટર જાવેદ મલેક એ જણાવ્યું હતું કે જેવી રીતે મેનેજમેન્ટ માટે NMAT, એન્જીનિયરીંગ માટે ZEE હોય છે તેવીજ રીતે રાષ્ટ્રીય સ્તરે લો માટે CLAT નેશનલ લો યુનિવર્સિટી હોય છે. જે દર વર્ષે પરીક્ષા લે છે.

આ વખતે ભારતમાંથી 2000 સીટ માટે 50000 થી વધુ વિધાર્થીઓએ આ પરીક્ષા ઓનલાઇન આપેલી જેમાં દર્શિલ સખિયાનો રેન્ક 181 આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં તે પ્રથમ આવ્યો છે. સાથે જય શાહ અને પાર્થિવ જોષીએ પણ શ્રેષ્ઠ રેન્ક પ્રાપ્ત કરી દેશની ટોપ 10 યુનિવર્સિટીમાં જગ્યા બનાવી છે.

સૌરાષ્ટ્રની કેરિયર લોન્ચર એકમાત્ર સંસ્થા છે જેમાંથી વર્ષ ર016 થી લઇ અત્યાર સુધી 15 થી વધુ વિધાર્થીઓએ નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. આ ત્રણેય વિધાર્થીઓએ કેરિયર લોન્ચરમાંથી લોકડાઉન દરમિયાન પણ ઓનલાઇન માર્ગશર્દન મેળવી સપ્ટેમ્બરમાં આયોજીત પરીક્ષા આપી જવલંત સફળતા મેળવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો