વાંકાનેર: દાતાર ટેકરી પાસે થયો ઝગડો, વધુ વિગત માટે વાંચો…

“તુ અત્યારે દુકાને કેમ બેઠો છે” તેમ કહીને યુવાન ઉપર હુમલો..!

વાંકાનેર : વાંકાનેરના દાતાર ટેકરી પાસે આવેલી દુકાને બેસવા મામલે મારામારી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે શખ્સોએ એક યુવાનને માર માર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેરની દાતાર ટેકરી પાસે રહેતા અખતરભાઇ આમદભાઇ મકરાણી (ઉ.વ.૨૨)એ આરોપીઓ બાવાજી મુન્નાભાઇ તથા તેનો ભાણેજ જયેશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૨૧ના રોજ ફરીયાદી પોતાની શેરીમા દુકાને બેઠો હતો. ત્યારે આરોપીઓ દુકાને આવીને કહેલ કે “તુ અત્યારે દુકાને કેમ બેઠો છે.” તેમ કહીને આરોપીઓએ ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાય જઇ ફરીયાદીને હાથે પગે મુંઢમાર મારી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો