Placeholder canvas

જન્માષ્ટમીથી વાતાવરણમાં પલટો આવશે. ૧૫ સપ્ટેમ્બર પછી અનરાધાર વરસાદનો રાઉન્ડ. -કિશોર ભાડજા

ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર છે હજુ વરસાદનો મોટો રાઉન્ડ બાકી છે તા ૩૧ઓગષ્ટ ૯:૩૩ મિનિટે પુર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસે છે તેમનું વાહન મોરનું છે. ૭ સપ્ટેમ્બર થી હવામાન મા પલ્ટો આવશે નક્ષત્રના જેમ જેમ દિવસો જતા રહે તેમ છુટા છવાયા વિસ્તારમા હળવા મધ્ય વરસાદ ચાલુ થશે તા ૧૪ સપ્ટેમ્બરથી વહેલી સવારમા ૩:૨૯ મીનીટ ઉતર ફાલ્ગુની નક્ષત્ર બેસે છે તેમનું વાહન હાથી છે અને બુધનો ઉદય થાય છે આ વર્ષ ભાદરવા સુદ છઠ ને અનુરાધા નક્ષત્ર છે તા ૧૫ સપ્ટેમ્બર થી ૧૦ દિવસ નો વરસાદ નો રાઉન્ડ આવશે આ રાઉન્ડમા ભારેથી અતિ ભારે વરસાદ થશે અમુક અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ પણ થાય અને નદી નાલા છલકાઈ જે વિસ્તારમાં વરસાદની ખેચ છે તે વિસ્તારમાં ખેડુત ભાઈઓ રાજી રાજી થાય એવો આ રાઉન્ડ છે.

આ આગાહીમા તા ૨૪ સપ્ટેમ્બરના દિવસ ચંદ્ર નક્ષત્ર પૂર્વ ષાઢા આવે છે પૂર્વ ષાઢા ધડકિયા (ગાજીયા) તો નદિયુમાં નીર ન સમાઈ તા ૧૮ સપ્ટેમ્બર થી સૂર્ય અને મંગળ બને કન્યા રાશિમા ભેગા થાય છે જેઠ ગયો અષાઢ ગયો શ્રાવણીયા તુ પણ જા, ભાદરવા સુદ છઠ ને જો આવે અનુરાધા તો ડુંગર બાધો ઝુપડા ને પાધર આવે પુર આપણી કેહવત પ્રમાણે મ્રુગષ્ય નક્ષત્રનો ઓવાર હાથિયો તાણે હાથિયો ગાજીને નૈઋય ચોમાસું વિદાય લે છે આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંમપરા છે તેના ઉપરથી તારણો અને સંભાવના દર્શાવી શકાઈ છે બાકી બધું કુદરતી છે, આ અનુમાન છે.

-કિશોરભાઈ ભાડજા ગામ નેસડા (ખાનપર) તા ટંકાર જી મોરબી મો ન ૯૫૮૬૫૯૦૬૦૧ દ્વારા રજુ કરવામાં આવ્યુ છે.

આ સમાચારને શેર કરો