Placeholder canvas

આજે ઈન્દિરા ગાંધી જયંતિ: ઈન્દિરા ગાંધીના ઐતિહાસિક નિર્ણયો.

દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની આજે જયંતી છે. ‘આયરન લેડી’ના નામે જાણીતા ઈન્દિરા ગાંધીએ ભારતીય રાજનીતિમાં આગવી ઓળખ ઉભી કરી હતી. ઈન્દિરા ગાંધીના નિર્ણયોએ જ તેમને સમગ્ર વિશ્વમાં સૌથી શક્તિશાળી નેતાઓમાં સામેલ કર્યા હતા.

ઈન્દિરા ગાંધી પોતાની પ્રતિભા અને રાજનીતિક દ્રઢતા માટે આજે પણ વિશ્વભરમાં ઓળખાય છે. પ્રધાનમંત્રી રહેલા ઈન્દિરા ગાંધી દેશ માટે જે કર્યું, તેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. પોતાના કાર્યકાળ દરમિયાન ઈન્દિરા ગાંધીએ અનેક મહત્વપૂર્ણ અને સાહસિક નિર્ણયો કર્યા. તેમના નિર્ણયોએ જ દેશને આર્થિક મોરચા પર મજબૂત બનાવ્યો. તો ચાલો જાણીએ ઈન્દિરા ગાંધીના આવા જ સાહસિક નિર્ણયો વિશે…જેણે ભારતની છબી બદલી નાંખી…

બેંકોનું રાષ્ટ્રીયકરણ
ઈન્દિરા ગાંધીએ પોતાના કાર્યકાળ દરમિયાન બેંકોના રાષ્ટ્રિયકરણનો એક મહત્વનો નિર્ણય લીધો હતો. તેમણે 19 જુલાઈ, 1969ના રોજ 14 ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. આ બેંકો પર મોટાભાગે દેશના સૌથી મોટા ઔદ્યોગિક પરિવારનો કબ્જો હતો. ઈન્દિરા ગાંધીનું માનવું હતું કે, બેંકોનું રાષ્ટ્રીયકરણ યોગ્ય રહેશે. તેના કારણે જ દેશભરમાં બેંક ક્રેડિટ આપવામાં આવી શકશે. તે સમયે મોરારજી દેસાઈ નાણા મંત્રી હતી. જેઓ આ પ્રસ્તાવનો અસ્વીકાર કરી ચૂક્યા હતા. આમ છત્તાં 19 જુલાઈ,1969વી રોજ એક અધ્યાદેશ લાવવામાં આવ્યો અને 14 બેંકોની માલિકી રાજ્યોને આપવામાં આવી.

તે સમયે આ બેંકો પાસે દેશની 70 ટકા બચતો હતી. બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યા બાદ બેંકોની 40 ટકા બચતને પ્રાઈમરી સેક્ટરમાં રોકાણ કરવા માટે સુરક્ષિત રાખવામાં આવી. દેશભરના ગ્રામીણ વિસ્તારોમાં પણ બેંકોની શાખાઓ ખુલી ગઈ. 1969માં 8261 શાખાઓ હતી, જે 2000 સુધીમાં 65,521 શાખાઓ સુધી પહોંચી ગઈ. 1980માં વધુ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

રાજા-રજવાડાઓનું રાજભથ્થુ કર્યું બંધ
સ્વતંત્રતા પહેલા ભારતમાં અંદાજે 500થી વધુ નાના-મોટા રજવાડાઓ હતા. દરેક રાજાએ પોતાના રાજ્યને ભારતમાં એકીકરણ કરવાની અવેજમાં ભારત સરકાર દ્વારા દરવર્ષે રાજભથ્થુ બાંધ્યું હતું. આ સમજૂતિ સરદાર પટેલા દ્વારા દેશી રજવાડાઓના એકીકરણ સમયે થઈ હતી. ઈન્દિરા ગાંધીએ પ્રિવી પર્સ (રાજભત્થુ)ને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો. 1971માં બંધારણમાં સંશોધન કરીને તેને બંધ કરવામાં આવ્યું હતું. આ રીતે રાજા-રજવાડાઓના આપેલા તમામ અધિકારો અને સગવડો પરત લઈ લેવામાં આવી હતી.

બાંગ્લાદેશનો ઉદય
ભારતના ભાગલા બાદ બંગાળથી અલગ થઈને પૂર્વ પાકિસ્તાન બન્યું. અહીની પ્રજા પાસે નાગરિક અધિકાર નહતા. પૂર્વ પાકિસ્તાનની પ્રજા પાકિસ્તાનની સેનાના શાસનમાં ખુશ નહતી. શેખ મુજીબુર રહમાન પૂર્વ પાકિસ્તાનની સ્વાયત્તા માટે સંઘર્ષ શરૂ કર્યો હતો. પૂર્વ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું. જેના પરિણામે ભારતના અસમમાં અંદાજે 10 લાખ બાંગ્લા શરણાર્થી પહોંચી ગયા. જેના કારણે દેશમાં આંતરિક અને આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ હતી. ભારતને બાગ્લાદેશના આગ્રહ પર આ સમસ્યામાં હસ્તક્ષેપ કરવો પડ્યો. જેના પ્રતાપે 1971માં યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધમાં 93,000 પાકિસ્તાની સૈનિકોને બંધી બનાવવામાં આવ્યા. લાંબા સમય સુધી રાજનીતિક અસ્થિરતા બાદ બાંગ્લાદેશ નામના એક નવા રાષ્ટ્રનો ઉદય થયો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો