ગીરનો સિંહ છેક ચોટીલામાં દેખાયો! પાડીનું મારણ કર્યુ.

ચોટીલામાં લોકમિત્રા ઢેઢુકી ગામમાં ગીરનો સિંહ દેખાતા ચકચાર મચી ગયો છે. સિંહે આ વિસ્તારમાં પાડીનું મારણ કરીને મિજબાની પણ માણી હતી. જોકે, આ વિસ્તારમાં અચાનક સિંહ દેખાતા લોકો ભયભીત બન્યા છે. ગીરનાં સિંહ ચોટીલામાં દેખાતા આ પળોનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

આ અંગે વનવિભાગનાં અધિકારીઓએ જણાવ્યાં પ્રમાણે, ‘ચોટીલામાં દીપડાની વસાહત છે. અહીં વર્ષો પહેલા સિંહ પણ રહેતા હતાં. ત્યારે વર્ષો બાદ સિંહ દેખાયો ઉપરાંત તેણે મારણ પણ કર્યું છે. જેનાથી આશંકા વર્તાઇ રહી છે કે અહીં સિંહની વસાહત પહેલાની જેમ ફરી થઇ શકે છે.’

આ વિસ્તારમાં અચાનક સિંહ દેખાતા સામાન્ય લોકોમાં તો ડર વ્યાપો છે. જ્યારે ખેડૂતો અને માલધારીઓ પણ બહાર જતા ડરી રહ્યાં છે. વનવિભાહે સિંહને શોધવાની ગતીવિધિઓ તેજ બનાવી છે. વનવિભાગ આ તમામ બાબતે સતર્ક બની ગયું છે. તેઓ શોધવાનો પ્રયત્ન કરશે કે આ ગીરનો સિંહ અહીં કેવી રીતે આવી ગયો. અને તે કયા રસ્તા પરથી આવ્યો છે.

થોડા દિવસ પહેલા બાબરા પંથકમાં બે સિંહ જસદણનાં આંબરડી અને વડોદ ગામની સીમમાં મધ્યરાત્રીએ દેખાયા હતાં. આ બંન્નેએ બે વાછરડીનું મારણ કરતાં સીમનાં ખેતર-વાડીમાં કામ કરતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલ જસદણ પંથકમાં માવઠાનાં જોર સાથે મગફળી અને કપાસની સીઝન હોવાથી લોકો અને મજુરો ખેતરમાં કામ કરી રહયા હોય છે. ત્યારે મધ્યરાત્રીએ અચાનક સિંહ પરીવાર દેખાતા ફફડાટ ફેલાયો છે. આંબરડીનાં ખેડુતો અને ખેતમજુરો ખેતરવાડીમાં જતા પણ ડર અનુભવી રહયા હતા ત્યારે વનતંત્ર આ બાબતે સિંહ પરીવારને પીજરે પુરે એવી વ્યાપક માંગણી ઉઠવા પામી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો