મોરબી જામુંડીયામાં મામાદેવનો નવરંગો માંડવો, ડાક ડમરની રમઝટ બોલી
મોરબી તાલુકાનું જામુંડીયા ગામમાં ધર્મસિદ્ધિ સોસાયટીમાં મામા પીર સાહેબનું મંદિર આવેલું છે. ધર્મસિદ્ધિ સોસાયટીના રહીશો અને મામાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મામાદેવનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ માંડવામાં રાત્રે મહાપ્રસાદ બાદ ડાક ડમરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોરબીના નામી ડાક કલાકાર દ્વારા દુહા છંદની રમઝટ બોલાવી હતી આ ધાર્મિક પ્રસંગમાં મોરબી તેમજ આસપાસ વિસ્તારના ભુવાઓ અને ધર્મ પ્રેમી લોકો બહોળી સંખ્યામાં હાજર રહી ભક્તિરસનો આનંદ માણ્યો હતો.