Placeholder canvas

આજે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ઈન્ડિયાની ટીમ એશિયા કપમાં આજે પહેલી મેચ પાકિસ્તાન સામે રમશે. આજની મેચ શ્રીલંકાના કેન્ડી સ્ટેડીયમમાં બપોરે 3 વાગ્યાથી શરુ થશે. વનડે ફોર્મેટમાં બન્ને ટીમ 4 વર્ષ બાદ એકબીજા સામે રમશે. આ પહેલા બન્ને ટીમની મેચ 2019ના વર્લ્ડ કપમાં રમાઈ હતી.

ભારતીય ટીમે સાત વખત એશિયા કપની ચેમ્પિયન ટ્રોફી જીતી છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલી, રોહીત શર્મા અને શુભમન ગીલ જેવા સ્ટાર ખેલાડીઓ છે. સાથે જ શ્રેયસ અય્યર અને કે.એલ. રાહુલની પણ ટીમમાં વાપસી થઈ ગઈ છે. બોલિંગમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ જેવા ટોપ ક્લાસ બોલર છે. સામે પાકિસ્તાનની ટીમ પણ હાલ ફુલ ફોર્મમાં ચાલી રહી છે. પાકિસ્તાન ICC વન ડે રેન્કીંગમાં નંબર વનની પોઝીશન પર છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 13 મેચ રમાઈ છે. જેમાં 7 મેચમાં ભારત અને 5 મેચમાં પાકિસ્તાનનો વિજય થયો છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે.

આ સમાચારને શેર કરો