Placeholder canvas

કયા ગામમાં કોણ સરપંચમાં થયું બિનહરીફ ? જાણવા વાંચો.

વાંકાનેર: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વાંકાનેર તાલુકામાં 83 ગ્રામ પંચાયતોની રેગ્યુલર ચૂંટણી અને સીંધાવદર એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અને પાછા ખેંચવાનો સમય પૂરો થઈ ગયો છે અને હવે ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.

ત્યારે વાંચકોને કયા ગામમાં સરપંચ તરીકે કોણ બિનહરીફ થયું છે? તે જાણવાની ઇચ્છા હોય એ સ્વાભાવિક છે જેથી અમો અહીં વાંકાનેર તાલુકામાં કુલ ૨૧ ગ્રામ પંચાયતોમાં સરપંચ બિનહરીફ થયા છે તેમની માહિતી આપેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકામાં ૧૬ ગ્રામ પંચાયતો સમરસ થઇ છે અને પાંચ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને અન્ય સભ્યો પણ બિનહરીફ થયેલ હોય આમ છતાં કોઈપણ એકાદ વોર્ડ ખાલી રહેતા એ ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત તરીકે ગણવામાં નથી આવતી, આ પાંચ ગ્રામ પંચાયતોમાં મોટાભાગે એવા કિસ્સા સામે આવ્યા છે કે વોર્ડ જે કેટેગરીનો અનામત આપવામાં આવ્યો છે તે કેટગરીના કોઈ મતદારો એ ગામમાં છે જ નહીં જેના કારણે અહીં કોઇ ઉમેદવાર સામે આવ્યું ન હોવાના કારણે એ વોર્ડ ખાલી રહી ગયેલ છે.

વાંકાનેર તાલુકાના ૨૧ ગ્રામ પંચાયતોમાં બિનહરીફ ચૂંટાયેલા સરપંચો:-

૧ વાલાસણ ➡️ એહમદબસીર ફતેમામદ કડીવાર
૨ કોટડા ➡️ ચકુભાઈ જેરામભાઈ ગોરીયા
૩ ઘીયાવડ-વણઝારા ➡️ મીનાબા બટુકસિંહ ઝાલા
૪ સરઘારકા ➡️ રાજેન્દ્રબા મહેન્દ્રસિંહ ઝાલા
૫ કલાવડી જુની ➡️ નબીલાબેન એઝાજભાઈ કડીવાર
૬ હોલમઢ ➡️ ગીગાભાઈ મેપાભાઈ બાંભવા
વાંકીયા ➡️ ધનજી કરશન સોલંકી
૮ ખેરવા ➡️ કંચનબેન ધીરજલાલ પાટડીયા
૯ પ્રતાપગઢ ➡️ અબુજી વલી શેરસીયા
૧૦ કાનપર ➡️ અશ્માબાનુ મહેબુબ બાદી
૧૧ જાંબુડીયા વીડી ➡️ જાહલબેન ચંદ્રેશભાઇ કાંજીયા
૧૨ વીઠ્ઠલ૫ર ➡️ રળીયાતબેન જેસીંગ સાદરીયા
૧૩ ઢુવા ➡️ શાંતુબેન રૂપસંગ ચૌહાણ
૧૪ લાકડઘાર ➡️ મેરાભાઇ મનજીભાઇ અણીયારીયા
૧૫ પલાંસ ➡️ હેમંતભાઇ વીરજીભાઇ કુણ૫રા
૧૬ રસીકગઢ ➡️ મહમદયાસીન આહમદ માથકિયા
૧૭ સમઢીયાળા ➡️ ગગજીભાઇ જેસીંગભાઇ ઓળકીયા
૧૮ વીનયગઢ-વિઠઠલગઢ ➡️ મુળજીભાઇ સોંડાભાઇ રાઠોડ
૧૯ ભલગામ ➡️ લખાભાઇ હીરાભાઇ સુસરા
૨૦ જાલીડા ➡️ ગોપાલ સામતભાઇ ચૌહાણ
૨૧ કણકોટ ➡️ લાભુબેન ગાંડુભાઇ સારદીયા

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો