skip to content

આજે સાંજ સુધીમાં ખબર પડી જશે કે વાવાઝોડું ‘બિપરજોય’ કઈ તરફ ફંટાશે…

ગુજરાતમાં ન આવે તો પણ 10-11મીએ વરસાદની શક્યતા…

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય નામનું વાવાઝોડું અત્યારે મધદરિયે સ્થિર થઈ ગયું છે અને પોરબંદરથી 965 કિલોમીટર દૂર છે. અત્યારે વાવાઝોડાંની ગતિ ધીમી છે એટલે તે કઈ તરફ જઈ રહ્યું છે કે પછી કઈ તરફ જશે, તે અત્યારે કહેવું મુશ્કેલ છે. ગાંધીનગર હવામાન વિભાગના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર, સાચી ખબર બપોર પછી એટલે કે આજે સાંજના પડશે કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે.

જો મુંબઈ, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધે તો ગુજરાત માટે આગામી બે દિવસ જોખમી છે અને જો પાકિસ્તાન તરફ ફંટાઈ જાય તો ગુજરાત પરથી ચક્રાવાતનો ખતરો ટળશે પણ 10-11 જૂને વરસાદની સંભાવના તો છે જ. સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.

અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું જે જગ્યાએ સર્જાયું છે, તેની બરાબર દક્ષિણે ચોમાસું અટકી ગયું હતું. તેથી જ હવે ચોમાસા માટે રસ્તો ખુલ્લો થઈ ગયો છે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું આવતીકાલે એટલે કે 9 જૂને કેરળ પહોંચી શકે છે. જો કે, તે 8 દિવસ મોડું પડી ગયું છે, પરંતુ હવે તેની ઝડપ વધી શકે છે.

આ સમાચારને શેર કરો