Placeholder canvas

વાંકાનેર એપીએમસી પ્રકારણની હાઇકોર્ટમાં 14મી ફેબ્રુઆરીએ પડી મુદત

વાંકાનેર: માર્કેટીંગ યાર્ડની ગત તારીખ 11મી જાન્યુઆરીએ ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીને અનુલક્ષીને મતદાર યાદીમાં પંચાસીયા, તીથવા અને પલાસ મંડળીના 31 મતદારોનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો તેમની આજે મુદત હતી, આ મુદતમાં પણ મુદત પડી છે.

વાંકાનેર એપીએમસીનું પ્રકરણની હાઈકોર્ટમાં મુદત આગામી તારીખ 14 મી ફેબ્રુઆરીની આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ગામના 31 મતદારોને હાઈકોર્ટે મત આપીને અલગ કવરમાં રાખવાનો હુકમ આપ્યો હતો અને તેમની ગણતરી કરવામાં આવી નહોતી જેમના કારણે ચૂંટણી બાદ માર્કેટીંગ યાર્ડના બાકીના મતોની ગણતરી તો થઈ ગઈ છતાં આ 31 મતદારના કારણે હજુ સુધી તેનું પરિણામ જાહેર થઇ શકયુ નથી.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ જૂની બોડીની મુદત પૂરી થઈ ગઈ છે અને આ હાઇકોર્ટના પ્રકરણના કારણે નવી બોડી કાર્યરત થઇ શકી નથી. હવે જ્યારે હાઇકોર્ટનો નિર્ણય આવે ત્યારે જ નવી બોડી કાર્યરત થઇ શકે અને જો હાઈકોર્ટમાં આ પ્રકરણ લાંબો ચાલે તો શુ વહીવટદાર નીમવામાં આવશે ?

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

હવે

આ સમાચારને શેર કરો